“છોટે સરદાર” તરીકે જાણીતા વિઠ્ઠલ રાદડિયા કેમ પોતાની બધી ગાડી પર “વૈભવ” લખાવતા હતા, જાણો કારણ…

“છોટે સરદાર” તરીકે જાણીતા વિઠ્ઠલ રાદડિયા કેમ પોતાની બધી ગાડી પર “વૈભવ” લખાવતા હતા, જાણો કારણ…

આમ તો સૌરાષ્ટ્ર ના સિંહ તરીકે ની છબી ધરાવતા લોકલાડીલા પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયા થી ભાગ્યે જ કોઈ અજાણ હશે. વિઠ્ઠલભાઈ એ પોતાની રાજકીય કારકિર્દી માં દરેક માણસ ના નાના મોટા કામ કર્યા છે. અને તેમના દરબાર માં ક્યારેય ગામ કે મતવિસ્તાર પૂછાતા નહોતા. વ્યક્તિ કોઈ પણ ગામ નો હોય તેનું કામ કરી આપતા.આ વિઠ્ઠલ ભાઈ ના દીકરા જયેશભાઈ રાદડિયાએ પણ આ સિલસિલો આગળ ધપાવ્યો છે અને ભાજપ ના ઉમદા નેતા તરીકે ફરજ બજાવે છે.

વિઠ્ઠલ ભાઈ ની બધી જ ગાડી પર “વૈભવ” એવું નામ લખેલું જોવા મળે છે આ “વૈભવ” એ બીજું કોઈ નહિ પરંતુ વિઠ્ઠલભાઈ રાદડિયા નો જ ચાર પુત્રોમાં સૌથી નાનો પુત્ર. જેનું ખૂબ જ યુવાન વયે અવસાન થયું હતું, જ્યારે વિઠ્ઠલભાઈ નેતા નહોતા.
તેઓ જે પક્ષ માંથી ચૂંટણી લડ્યા તેમાં જીત્યા અને આટલા કદાવર નેતા બન્યા પછી પણ તેઓ તેમના આ નાના પુત્ર ને ભૂલ્યા નહિ અને સદાય તેની યાદગીરી તરીકે પોતાની ગાડી પર જ “વૈભવ” એવું લખાવે છે.

સરદાર નું સ્વરૂપ કહી શકાય એવા વિઠ્ઠલ રાદડિયા નું 29 જુલાઈ 2019 ના રોજ મોઢા ના કેન્સર ના કારણે નિધન થયું. જીવન માં ચૂંટણી ની દરેક લડાઈ ને જીતી જનાર આ સિંહ, જીવન ની લડાઈ સામે હારી ગયો, પણ પોતાના કર્મ ને કારણે સદાય સૌરાષ્ટ્ર વાસીઓ ના હૃદય માં ઘર કરતો ગયો.

Politics