સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો દાહોદ જિલ્લાનો છે. દાહોદના ફતેપુરામાં મહિલાને માર મારતો વાયરલ વીડિયો છે જેમાં મહિલાને એક વ્યક્તિ રસ્તા પર ઢસડી ઢસડીને માર મારી રહ્યો છે. જો કે આ વીડિયો વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી છે.
અહીંયા કૌટુંબિક દિયરોએ ભેગા મળીને એક ભાભીને રસ્તા પર ઢસડી ઢસડીને ઢોર માર માર્યો અને લોકો મુકપ્રેક્ષક બની તમાસો જોતા રહ્યા હતા.મળતી માહિતી અનુસાર અંગત મામલામાં મહિલા પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.
વાઈરલ વીડિયોમાં એક મહિલાને હાથ પકડીને રોડ ઉપર ઘસેડી માર મારવામાં આવ્યો હતો.મહિલા ઘરની બહાર રોડની બાજુમાં જમીન ઉપર પડેલી છે અને એક પુરુષ મહિલાને લાકડી વડે માર મારી રહ્યો છે. અને પુરુષો મહિલાને અપશબ્દો બોલી રહ્યાં છે.