આવો પુત્ર ભગવાન સૌને આપે, પુત્રએ પોતાનાં 65% લીવર પિતાને દાન કર્યું.

આવો પુત્ર ભગવાન સૌને આપે, પુત્રએ પોતાનાં 65% લીવર પિતાને દાન કર્યું.

“જન્મદાતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે” એવી ગુજરાતી માં એક કહેવત છે. આજ ના કાળા કળીયુગ માં અમુક કુપુત્રો થી જન્મદાતા નો ત્યાગ કરવામાં આવે છે, તેમને વૃદ્ધાશ્રમ માં મોકલી દેવા માં આવે છે. અને તેમની ભીની આંખો હંમેશા એ વાત ની સાક્ષી પૂરે છે કે અમારા સંસ્કારો માં ખોટ રહી ગઈ હશે.

આવા સમય માં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાંથી આજ કાલ ના યુવાનો ને પ્રેરણા લેવાની જરૂર છે.યુવાનના પિતાએ પોતાનું લીવર કોઈ બીમારી ને કારણે ગુમાવી દીધું હતું અને ડોક્ટરે કહ્યું હતું કે તેની પાસે વધારે સમય નથી અને વહેલામાં વહેલી તકે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. દાતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, પુત્રએ તેના લીવરનો 65 ટકા હિસ્સો પિતાને દાનમાં આપ્યો અને સમગ્ર વિશ્વનું દિલ જીતી લીધું.

Gujarat