રામાયણ ના લંકેશ અરવિંદ ત્રિવદીનો બંગલો દેખાય છે આવો, જુઓ..

રામાયણ ના લંકેશ અરવિંદ ત્રિવદીનો બંગલો દેખાય છે આવો, જુઓ..

 

રામાયણ માં રાવણ ના પાત્ર ને અમર કરી દેનારા અરવિંદ ત્રિવદીએ આ દુનિયા ને હંમેશા માટે અલવિદા કહી દીધું.

અરવિંદ ત્રિવેદી મૂળ ઇડર પાસેના કુકડિયા ગામના વતની હતા અને તેમનો જન્મ મધ્ય પ્રદેશના ઉજ્જૈન ના એક ગુજરાતી પરિવાર માં થયો હતો.

ઇડર માં તેમણે એક બંગલો પણ બનાવ્યો હતો જેનું નામ તેમણે “અન્નપૂર્ણા” રાખ્યું હતું. આ બંગલા ની તકતી પણ તેમણે “અરવિંદ ત્રિવેદી (લંકેશ)” એવી તકતી પણ જડાવી છે.

તેઓ એક પ્રખર રામ ભક્ત હતા અને તેમણે પૂજ્ય મોરારી બાપુ ના હાથે પોતાના બંગલા માં શ્રીરામ ની મૂર્તિ સ્થાપિત કરાવી હતી. આ ઉપરાંત તેઓ રામાયણ ના શૂટિંગ થી પાછા આવીને શ્રી રામ ની મૂર્તિ સામે બે હાથ જોડીને માફી પણ માંગતા કારણ કે તેઓ શૂટિંગ માં રામ ને ઘણા અપમાનજનક શબ્દો બોલતા.

અરવિંદ ત્રિવેદી વાર તહેવારે અને ખાસ રામનવમીએ અચૂક ઇડરમાં આવેલા તેમના અન્નપૂર્ણા બંગલામા આવીને રોકાતા હતા. તેઓ જન પ્રતિનિધી તરીકે લોકો સાથે સીધો પરિચય ધરાવતા હતા.

Trending